ઓનલાઇન શોપિંગના જમાનામાં તમે મંગાવેલી વસ્તુ અસલી જ હશે, તેની કોઈ ખાતરી નથી. સુરતના ગોડાદરા વિસ્તારમાં પકડાયેલું લેટેસ્ટ કૌભાંડ ગ્રાહકો માટે લાલબત્તી સમાન છે. જાણીતી બ્રાન્ડના નામે નકલી કોસ્મેટિક પ્રોડક્ટ્સ બનાવી તેને મોટા ઓનલાઇન પ્લેટફોર્મ પર ઓરિજિનલ પેકેજિંગમાં પધરાવી દેવાનું એક મોટું નેટવર્ક ગોડાદરા પોલીસે ઝડપી પાડ્યું છે. આ કાર્યવાહીમાં આશરે 8,21,700ની કિંમતની ડુપ્લીકેટ વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે, જે સીધી રીતે ગ્રાહકોની ત્વચા અને સ્વાસ્થ્ય.