મુન્દ્રા: મુંદ્રામાં પ્રશિક્ષણ વર્ગ દરમિયાન ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેએ કાર્યકર્તાઓને આપ્યું માર્ગદર્શન
Mundra, Kutch | Jun 28, 2026 પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ વર્ગના બીજા દિવસે મુંદ્રા શહેરના સર્વે કાર્યકર્તાઓ સાથે ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેએ પ્રેરણાદાયી સંવાદ કર્યો હતો.આ પ્રસંગે ધારાસભ્ય અનિરુદ્ધ ભાઈ દવેએ સંગઠનને વધુ મજબૂત બનાવવા, કાર્યકર્તાઓની ભૂમિકા, સેવા, સમર્પણ અને જનસંપર્કના મહત્વ અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે કાર્યકર્તાઓને સંગઠનના સિદ્ધાંતોને આત્મસાત કરીને સમાજહિતના કાર્યોમાં સક્રિયપણે જોડાવા આહ્વાન કર્યું હતું.