ભુજ: લોરિયા નજીક ઓરડીમાંથી 50 હજારની ચોરી
Bhuj, Kutch | Sep 15, 2025 ભુજથી ખાવડા જતા હાઈવે પર લોરિયા નજીક આવેલ જોગમાયા હોટલ પર આવેલ ઓરડીનો તાળો તોડી અજાણ્યો ચોર ઇસમ રૂપિયા 50 હજારનો મુદ્દામાલ ચોરી કરી લઇ ગયો હોવાની ફરિયાદ નોધાઇ છે. ફરિયાદી સહદેવસિંહ ચનુભા જાડેજાએ માધાપર પોલીસ મથકે અજાણ્યા ચોર ઇસમ વિરુદ્ધ ગુનો નોધાવ્યો છે.લોરિયા નજીક ફરિયાદીની હોટલ જોગમાયા પાછળ આવેલો ઓરડીનો આરોપીએ તાળો તોડી અંદર પ્રવેશ કર્યો હતો.જે બાદ તેમાં રાખેલ ટ્રકના તૂટેલા પાટા, સ્ટેરીંગ રોડ,નટ બોલ્ટ અને ટ્રકનો સ્ક્રેપ સામાન કુલ રૂપિયા 50 હજાર