શહેરા: પાનમ ડેમ ૧૦૦ ટકા ભરાતા ડેમનો એક ગેટ ખોલી ૧૪૨૬ ક્યુસેક પાણી પાનમ નદીમાં છોડાયુ હતું
પંચમહાલ જીલ્લાની જીવાદોરી સમાન પાનમ ડેમમાં ઉપરવાસમાંથી પાણીની આવક થતાં પાનમ ડેમ ૧૦૦ ટકા ભરાયો છે,શુક્રવારે પાનમ ડેમમાં ૧૯૦૦ ક્યુસેક જેવી પાણીની આવક નોંધાઇ હતી,ઉપરવાસમાંથી પાણીની આવક થતાં પાનમ ડેમ પોતાની ભયજનક સપાટી ૧૨૭.૪૧ મીટરે પહોંચતા પાનમ ડેમ ૧૦૦ ટકા ભરાતા રૂલ લેવલ જાળવી રાખવા માટે ડેમનો એક ગેટ ૧ ફૂટ સુધી ખોલીને ૧૪૨૬ ક્યુસેક પાણી પાનમ નદીમાં છોડવામાં આવ્યું હતું,સાથે જ ખેતી પાક માટે પણ પાનમ મુખ્ય કેનાલમાં ૬૫૦ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું.