ભરૂચ: ભરૂચ સી ડિવિઝન પોલીસે પગુથણ-ચાવજ ગામ વચ્ચેની કેનાલ પાસેથી દેશી બનાવટના તમંચા સાથે બે ઇસમોને ઝડપી પાડ્યા હતા.
ગત તારીખ-26મી ઓક્ટોબરના રોજ ભરૂચની બોસ્ટન હોટલ પાસેથી ચોરી થયેલ ઇક્કો કાર લઈ નબીપુર હિંગલ્લાથી ભરૂચ તરફ પસાર થનાર છે.જેવી બાતમીના આધારે ભરૂચ સી ડિવિઝન પોલીસે પગુથણ-ચાવજ ગામ વચ્ચેની કેનાલ પાસે વોચ ગોઠવી દેવામાં આવ્યો હતો. તે દરમિયાન બાતમી વાળી ઇક્કો કાર આવતા પોલીસે તેને અટકાવી અંદર બેઠેલા મૂળ યુપી અને હાલ દમણના વટાર ગામ ખાતે રહેતો અભિષેક રાજેશ બસાવન પાંડે અને દમણના ધાબેલ રોડ ઉપર ભાડેથી રહેતો સોનું મુન્નાલાલ શાહુને પકડયો હતો.