હળવદ: હળવદની ઉમા કન્યા વિદ્યાલય ખાતે યોજાયેલ ઓપન ગુજરાત મહિલા હેન્ડબોલ લીગમાં જુનાગઢ ગ્રામ્યની આલ્ફા ટીમ વિજેતા
Halvad, Morbi | Sep 23, 2025 હળવદની ઉમા કન્યા છાત્રાલયના મેદાનમાં આસ્થા સ્પિનટેક્ષ આયોજિત મોરબી જિલ્લામાં સૌ પ્રથમવાર ગુજરાતની સૌથી મોટી ઓપન ગુજરાત મહિલા હેન્ડબોલ લીગનું આયોજન કરવામાં આવ્યું હોય, જેમાં કુલ 16 ટીમોમાં નેશનલ લેવલના 270 જેટલા મહિલા ખેલાડીઓએ ભાગ લીધો હતો, જેની ફાઈનલ મેચમાં જુનાગઢ ગ્રામ્યની આલ્ફા ટીમને વિજેતા જાહેર કરવામાં આવી છે..