રાજકોટ અમદાવાદ નેશનલ હાઇવે પર અકસ્માત સર્જાયો હતો. 21 ડિસેમ્બર સાંજે 7 કલાકે લીંબડી રેલ્વે ઓવરબ્રીજ પાસે પુરપાટ ઝડપે જતા ડમ્પરે એકાએક બ્રેક મારતા પાછળ આવી રહેલું આઇસર ટ્રક ધડાકાભેર ડમ્પર પાછળ અથડાતા અકસ્માત સર્જાયો જેમાં આઇસર ટ્રક મા સવાર એક વ્યક્તિને ઇજાઓ પહોંચતા સારવાર માટે લીંબડી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યારે અકસ્માત બાદ ડમ્પર ચાલક વાહન પડતું મુકી ભાગી છુટ્યો હતો.