કડી: કડી ની હોલી ફેમિલી સ્કૂલ મામલે કડી ABVP દ્વારા આવેદનપત્ર આપતા શિક્ષિકાને સસ્પેન્ડ કરાઈ
Kadi, Mahesana | Nov 22, 2025 કડી ની હોલી ફેમિલી સ્કૂલમાં ધોરણ 6 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ બીજા માળે થી કૂદીને આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી.જે મામલો સમગ્ર કડી પંથકમાં ચર્ચા નો વિષય બન્યો હતો.શુક્રવારના રોજ કડી ABVP ના કાર્યકરોએ સ્કૂલમાં જઈ શાળા સંચાલકોને બીજા માળે લોખંડની રેલિંગ લગાવવા અને શિક્ષિકા ને સસ્પેન્ડ કરવા માંગ કરી હતી.જે અંગે કડી ABVP ના કાર્યકરોએ શુક્રવારે કડી તાલુકા મામલતદાર ને આવેદનપત્ર આપ્યું હતું.જેને લઇ હોલી ફેમિલી સ્કૂલ દ્વારા શિક્ષિકાને સસ્પેન્ડ કરાઈ છે.