અબડાસા: અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમના કારણેરાત્રે કોઠારા સહિત વિસ્તારમાં માવઠું
Abdasa, Kutch | Nov 2, 2025 ખેડૂતોને ભય છે કે જો વધુ વરસાદ પડશે તો આગોતરા અને પાછોતરા પાકમાં વ્યાપક નુકસાન થઈ શકે છે. સામાન્ય વરસાદના પગલે આંશિક ગરમી પણ અનુભવાઈ રહી છે, જ્યારે સંધ્યા બાદ ગુલાબી ઠંડીનો અહેસાસ થાય છે. કચ્છમાં પ્રવર્તી રહેલી આ વિષમ હવામાનની પરિસ્થિતિ લોકોના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર પણ અસર કરી રહી છે.