ભચાઉ: LCBએ ખારોઈ ગામથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો
Bhachau, Kutch | Jan 31, 2026 ભચાઉ તાલુકાના ખારોઈ ગામેથી વિદેશી દારૂના જથ્થા સાથે આરોપી લાલજી રામજી કોલીની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે રેડ દરમિયાન ચતુભા ઝાલુભા સોઢા હાજર મળી આવ્યો ન હતો. પૂર્વ કચ્છ એલસીબીએ વિદેશી દારૂ અને બાઈક સહિતનો મુદામાલ કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.