દસાડા: પાટડી માં BLO ની કામગીરી દરમ્યાન અતિ કામના ભારણને લીધે શિક્ષકની તબિયત લથડી આવ્યો હૃદયરોગનો હુમલો
પાટડી માં મોતીબાઈ કન્યાશાળા નંબર-૪ માં ફરજ બજાવતા શિક્ષક જગમાલભાઈ મકવાણાને BLO ની કામગીરી દરમ્યાન હૃદયરોગનો હુમલો આવતા તેઓને પ્રથમ પાટડી બાદમાં વિરમગામની ભાગ્યોદય હોસ્પિટલમાં દાખલ કરાયા હતા જે ઘટનાની જાણ થતા પાટડી મામલતદાર સહિતનો સ્ટાફ જગમાલભાઈ ને ઘેર પહોંચ્યો હતો.