સોમવારની સમી સાંજે વરાછા પોલીસે માહિતીના આધારે વરાછા વિસ્તારમાં આવેલી ડેરી પર છાપો માર્યો હતો.વરાછા પોલીસ મથકના સૂત્રોએ મંગળવારે સાંજે આઠ કલાકે આપેલી જાણકારી મુજબ,વરાછા માં ડેરીની આડમાં ગોગો પેપર નું ગેરકાયદે વેચાણ થઈ રહ્યું હોવાની માહિતી વરાછા પોલીસને મળી હતી.જે માહિતીના આધારે પોલીસે છાપો મારી ડેરીમાંથી 50 જેટલા ગોગો પેપર ઝડપી પાડ્યા હતા.જે અંગે ડેરી માલિકની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.