ગોધરા: પ્રધાનમંત્રીના જન્મદિવસ નિમિત્તે નગર પાલિકા ખાતે PM સ્વનિધિ યોજના હેઠળ લોક કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આજરોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે, ગોધરા નગરપાલિકા દ્વારા "શહેરી વિકાસ વર્ષ ૨૦૨૫" અંતર્ગત એક "લોક કલ્યાણ મેળા"નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ખાસ કરીને નાના વેપારીઓ, લારી-ગલ્લા ચલાવતા લોકો, અને શાકભાજી વિક્રેતાઓને ધ્યાનમાં રાખીને PM સ્વનિધિ યોજનાના બીજા તબક્કાનો પ્રારંભ કરવામાં આવ્યો. કોરોના મહામારી દરમિયાન લોકોને ફરીથી પોતાનો ધંધો-રોજગાર શરૂ કરવામાં મદદ કરવા માટે સરકારે આ યોજના લાગુ કરી હતી.