તળાજા: તળાજા પંથકના આરોપીને પ્રતિબંધિત કોક સીરપ સાથે એસોજીએ ઝડપી પાડ્યો
ભાવનગર રેન્જના આઈ.જી.પી. રાજેન્દ્ર વી. અસારી અને જિલ્લા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયના માર્ગદર્શન હેઠળ S.O.G. પોલીસ દ્વારા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ખાસ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. પોલીસ ઇન્સ્પેક્ટર પી.સી. શિંગરખીયાના માર્ગદર્શન હેઠળ રચાયેલી ટીમોએ છેલ્લા એક માસ દરમિયાન અલગ-અલગ ચાર ગુનાઓ નોંધ્યા હતા. જેમાં કોડેઇન ફોસ્ફેટના ઘટક તત્વો ધરાવતી કુલ 860 કફ સીરપની બોટલો કિંમત રૂપિયા 1 લાખ 37 હજાર 368નો જથ્થો કબજે કરવામાં આવ્યો હતો. તાજેતરમાં તારીખ 6 જૂન 2