હાલોલ: હાલોલ ફેર પ્રાઈઝ શોપ લાયસન્સ હોલ્ડર એસોસિએશન દ્વારા પડતર માંગણીઓને લઇ તંત્રને લેખિત આવેદનપત્ર પાઠવ્યું
હાલોલ તાલુકા ફેર પ્રાઈઝ શોપ લાયસન્સ હોલ્ડર એસોસિએશન દ્વારા રાશન ડીલરો ની પડતર માંગણીઓને લઇ હાલોલ મામલતદારને લેખિત આવેદનપત્ર આજે બુધવારના રોજ આપવામાં આવ્યુ હતુ અને તાત્કાલિક નિરાકરન નહિ આવે તો આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.ગુજરાત રાજ્ય ફેર પ્રાઈઝ શોપ એન્ડ કેરોસીન લાયસન્સ હોલ્ડર્સ એસોસિએશન અને ઓલ ગુજરાત ફેર પ્રાઈઝ શોપ અસોશીએશન દ્વવારા ગુજરાત સરકારના પુરવઠા મંત્રી અને સબધિત અધિકારીઓને પડતર માગણી રજુવાત કરવા છતા આવેદનપત્ર પાઠવ્યુ હતું