સાણંદ: સાણંદમાં 45 વિદ્યાર્થીઓ માટે નવી ST બસ સેવા શરૂ:ધારાસભ્યે લીલી ઝંડી આપી, પરિવહન મુશ્કેલી દૂર થઈ
સાણંદમાં 45 વિદ્યાર્થીઓ માટે નવી ST બસ સેવા શરૂ:ધારાસભ્યે લીલી ઝંડી આપી, પરિવહન મુશ્કેલી દૂર થઈ સાણંદ નગરપાલિકા સંચાલિત શેઠ સી. કે. હાઈસ્કૂલમાં અભ્યાસ કરતા તેલાવ, ગુલમહોર અને કોલટ વિસ્તારના આશરે 45 વિદ્યાર્થીઓ માટે નવી એસ.ટી. બસ સેવાનો પ્રારંભ 11 તોરીખના 11 વાગે કરવામાં આવ્યો છે. આ સેવા શરૂ થવાથી વિદ્યાર્થીઓની લાંબા સમયથી ચાલતી પરિવહન સંબંધિત મુશ્કેલી દૂર થઈ છે.