વલ્લભીપુર: સરકારી હોસ્પિટલની બેદરકારી સામે આવી આ બાબતે ભાવનગર શહેર કોંગ્રેસ પ્રમુખ રોષે ભરાયા
આજે તારીખ 1ઓકટોબર 2025 ના સાંજના પ્રાપ્ત થતી વિગત મુજબ થોડા દિવસ પહેલા ઇ.સી.જી. મશીન સરકારી હોસ્પિટલમાં બંધ હોવાના કારણે 31 વર્ષીય આશાસ્પદ યુવાન નું હાર્ટએટેક આવતા કરૂણ મૃત્યુ નિપજ્યું હતુ , જેને લઇ ભાવનગર શહેર કોંગ્રેસ પ્રમુખ લાલભા ગોહિલ સરકારી હોસ્પિટલ વલભીપુર ખાતે આવી પહોંચ્યા હતા તેમના દ્વારા જવાબદાર અધિકારીને આ બાબતે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો ત્યારબાદ તેઓ પાસેથી કોઈ જવાબ ન મળતા કોંગ્રેસ પ્રમુખે આ બાબતે રોષ ઠાલવ્યો હતો.