ગુજરાત સરકારના નવ નિયુક્ત મંત્રી અંજાર ધારાસભ્ય ત્રીકમભાઈ છાંગાએ અંજાર શહેરની મુખ્ય બજારોમાં વ્યાપારીઓ અને નાગરિકોની મુલાકાત લઈ દિવાળી અને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી જેમાં તેઓએ પાંજરાપોળ, ગંગારનાકાથી 12 મીટર રોડ થઈ પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પ્રતિમા સુધી સર્વે વેપારીઓ અને નગરજનોને શુભેચ્છા પાઠવી હતી તેઓની સાથે નગરપાલિકાના હોદ્દેદારો, ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો, કાર્યકર્તાઓ અને નાગરિકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.