સુરતના પુણા સારોલી વિસ્તારમાં આવેલા પૂંઠા ના ગોડાઉનમાં યુવકને આંતરી લૂંટ ચલાવવામાં આવી હતી.17 નવેમ્બરે મોડી સાંજે બનેલી ઘટના અંગે પુણા પોલીસે ગુન્હો નોધી તપાસ હાથ ધરી હતી.દરમ્યાન ગુન્હામાં સંડોવાયેલા આરોપી સંતોષ વસાવા અને અજય નિસાદ ની મંગળવારે પુણા પોલીસે ધરપકડ કરી.ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો.જ્યાં આગળની કાર્યવાહી પુણા પોલીસે હાથ ધરી હતી.