તિલકવાડા: સાવલી ખાતે પોક્સો કાયદા અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો વિદ્યાર્થિનીઓએ પોક્સો કાયદા તથા મહિલાલક્ષી યોજનાઓ અંગે માહિતી મેળવી
તિલકવાડા તાલુકાના શ્રી એસ.એમ.શાહ વિદ્યામંદિર, સાવલી ખાતે આજ રોજ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા આયોજિત 10 Days Special Awareness Campaign અંતર્ગત પોક્સો કાયદા અંગે જાગૃતિ અને પાલન માટે વિશેષ કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમમાં વિદ્યાર્થિનીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને કાર્યક્રમ દ્વારા પોક્સો કાયદા તથા મહિલાલક્ષી યોજનાઓ અંગે જાગૃતિનો મહત્વપૂર્ણ સંદેશ પ્રસારિત થયો હતો.