તાલાલામાં હનીટ્રેપનો બનાવ સામે આવ્યો,યુવકને માર મારી રૂ.10 લાખની ખંડણી માંગવાના આવી હોવાનું DySP એ તેમની કચેરીથી જણાવ્યુ
Veraval City, Gir Somnath | Sep 14, 2025
તાલાલા પોલીસ સ્ટેશનમાં ગત તા.13 ના રોજ હનીટ્રેપની પોલીસ ફરિયાદ નોંધાઈ.એક યુવક સાથે 10 દિવસ અગાઉ વોટ્સએપના માધ્યમથી યુવતી સંપર્કમાં આવી.મેસેજ કરી વિશ્વાસ કેવળી અને અજ્ઞાત સ્થળે મળવા માટે બોલાવ્યો.મહિલા સાથેના ત્રણ સાગરીતોએ યુવકને પકડી ખોટી રીતે મહિલાને હેરાન કરે છે તેવું કહી ધમકાવેલ.મારકૂટ કરી રૂ.7 હજાર પણ લૂંટ ચલાવી.ત્યારબાદ રૂ.10 લાખની પણ ખંડણી માટે ડરાવી ધમકાવી માર માર્યો.DySP વી.આર.ખેંગારએ આપી સમગ્ર વિગતો