અમદાવાદ શહેર એસઓજીની ટીમે મોટી કાર્યવાહી કરી છે. આ કાર્યવાહી કરીને સરસપુરમાંથી બે ઇસમોને પકડી પાડવામાં આવ્યા છે. આરોપીઓ પાસેથી ગાંજાનો ૪૬૦ ગ્રામ જથ્થો મળી આવ્યો છે.આ ઉપરાંત ત્રણ લાખથી વધુની રોકડ રકમ પણ મળી આવી છે. ૯૦૨ સોલ્યુશન ટયુબો સહિત કુલ 3.80 લાખથી વધુનો મુદ્દામાલ મળી આવ્યો છે. સરસપુર મીટરગેજ રોડના ગીરધર માસ્ટર કંપાઉન્ડમાં દરોડા પાડવામાં આવ્યા હતા.