તારાપુર: તારા હોટલ પાસે બાઇકે રોડ ક્રોસ કરતા આધેડને ટક્કર મારતા ગંભીર, બાઈક ચાલક વિરુદ્ધ ગુનો નોંધાયો.
Tarapur, Anand | Sep 14, 2025 તારાપુરની તારા હોટલ પાસે સાજીદભાઈ યુસુબભાઈ વ્હોરા ઘરેથી નીકળીને તારા હોટલે રસોઈ કામ અર્થે જવા રોડ ક્રોસ કરી રહ્યા હતા.દરમ્યાન તેઓને ધર્મજ તરફથી GJ23DL7009 નંબરના બાઇકે ટક્કર મારતા માથામાં પાછળના ભાગે, છાતીમાં અને શરીરે ગંભીર ઇજાઓ થઈ હતી.જેથી તેઓને તુરંત જ સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ જવામાં આવ્યા હતા.જ્યાંથી વધુ સારવાર અર્થે ગોત્રી અને ત્યારબાદ સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસે બાઈક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.