કડી છત્રાલ રોડ પર અવારનવાર અકસ્માત થતા હોય છે.ત્યારે તારીખ 12 ડિસેમ્બરના સાંજે કરી છતાં હાઈવે પર મુળ ઉત્તર પ્રદેશના મહેમદાબાદ ના ભગેન ગામનાં મધુસૂદન રામબદન રાજભર નામનો યુવક રેતાન કંપની નજીક રામદેવપીર મંદિર પાસે રોડ ક્રોસ કરી રહ્યો હતો તે સમયે બાઈક ચાલકે ટક્કર મારી હતી.બાઈક નંબર GJ 02 27 DK 0932 નાં ચાલકે ટક્કર મારતાં તેઓ રોડ પર પટકાયા હતા અને ગંભીર ઈજાઓ પહોંચતા 108 મારફતે ભાગ્યોદય હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.ત્યાંથી અમદાવાદ ખસેડેલ ત્યાં મોત થયું