બારડોલી રેલવે સ્ટેશન ના સ્ટેશન માસ્ટર હરિશ્ચંદ્ર ચૌહાણ એ બારડોલી પોલીસ ને જાણ કરી હતી કે રેલવે સ્ટેશન ના અસ્તાન છેડા ઉપર ના થાંભલા નંબર ૨૮/૧૩ પાસે રાતના સમયે પસાર થતી ભૂસાવળ દાદર એક્સપ્રેસ ટ્રેન અડફેટે ચડતા ગંભીર ઇજાઓ સાથે આશરે ૩૦ થી ૩૫ વર્ષ ની વય ના જણાતા અજાણ્યા યુવક ની મૃત્યુ પામેલી લાશ મળી છે. પોલીસે લાશ ના કબ્જો લઈ જરૂરી કાર્યવાહી સાથે મરનાર ની ઓળખ અને વાલી વારસ શોધવાની તજવીજ શરૂ કરી આગળની તપાસ કાર્તિકભાઈ સેલરે હાથધરી છે.