લીંબડી પોલીસ સ્ટેશને તા. 15 ડિસેમ્બર સાંજે નોંધાયેલી ફરિયાદ માં થી પ્રાપ્ત થતી વિગતો મુજબ લીંબડી જીનપરા જુની તાલુકા પંચાયત થી થોડે દૂર દેરી પાસે બાઇક પર ઇંગ્લિશ દારૂની બોટલ લઇ ખેપ મારવા નીકળેલો શખ્સ પોલીસ ને આવતી જોઈ જતા દારૂની બોટલ ને રેતી ના ઢગલા પર મુકી ભાગી છુટ્યો હતો. લીંબડી પોલીસે ભાંગેલો શખ્સ વિનુ ચોસલા હોવાનો આળખી જતા તેની વિરૂદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ ઝડપી પાડવા તપાસ ના ચક્રો ગતિમાન કર્યા છે.