દાંતા: બિરસા મુંડાની જન્મ જયંતી ઉજવણી માટે અંબાજી આવી રહેલા મુખ્યમંત્રીના આગમનની તૈયારીઓ પૂરજોશમાં, નવા રસ્તા બનાવ્યા
યાત્રાધામ અંબાજી ખાતે આવતીકાલે ગુજરાતના મુખ્યમંત્રી આવી રહ્યા હોય તંત્ર સજ્જ બની ગયું છે બિરસા મુંડાની જન્મ જયંતી નિમિત્તે અંબાજી થી ગૌરવ યાત્રા ની શરૂઆત થવાની છે તે માટે મુખ્યમંત્રી આવતી કાલે અંબાજી આવી રહ્યા હોય તે માટેની તૈયારીઓ તંત્ર દ્વારા પૂરજોશમાં કરવામાં આવી રહી છે અને રોડ રસ્તાઓને રીપેરીંગ કરવામાં આવી રહ્યા છે જ્યારે અમુક વિસ્તારમાં નવા રસ્તાઓ તાત્કાલિક બનાવી દેવામાં આવ્યા છે