મોરબી: આવતીકાલથી શરૂ થતા પવિત્ર નવરાત્રીના પર્વને લઈ મોરબીની બજારોમાં ખરીદીનો ધમધમાટ...
Morvi, Morbi | Sep 21, 2025 નવરાત્રીના પાવન પર્વનો પ્રારંભ થવામાં હવે ગણતરીના કલાકો જ બાકી છે. ત્યારે મોરબીમાં નવરાત્રીની રોનક જામી છે અને બજારોમાં ખરીદીનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. શહેરના મુખ્ય વિસ્તારો જેવા કે નેહરુ ગેટ ચોક, જૂના બસ સ્ટેન્ડ, રવાપર રોડ, શનાળા રોડ, વાવડી રોડ, પંચાસર રોડ, અને સામાકાંઠે આવેલા મહારાણા પ્રતાપ સર્કલ સહિતના વિસ્તારોમાં નવરાત્રીને લગતી વસ્તુઓની ખરીદી માટે લોકોની ભીડ ઉમટી પડી છે.