તળાજા: મથાવડાના ખેડૂતપુત્રએ વર્લ્ડ યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતી ગુજરાતનું ગૌરવ વધાર્યું
ગુજરાત અને ભાવનગર જિલ્લા માટે ગર્વની ક્ષણ સર્જાઈ છે. ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના માથાવડા ગામના વતની અને BSFમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા કૃષ્ણભાઈ માવજીભાઈ શિયાળે હાલમાં યોજાઈ રહેલી વર્લ્ડ યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતીને દેશ, રાજ્ય અને પોતાના ગામનું નામ વિશ્વભરમાં રોશન કર્યું છે. કૃષ્ણભાઈએ Senior-A વય જૂથની Forward Bend Individual ઈવેન્ટમાં ભાગ લઈને વિવિધ દેશોના પ્રતિસ્પર્ધીઓને પાછળ છોડતા ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે. હાલ