અમરેલી કોર્ટનો કડક ચુકાદો — પોકસોના ગુન્હામાં આરોપીને 3 વર્ષની સજા
Amreli City, Amreli | Nov 1, 2025
અમરેલી સીટી પોલીસ સ્ટેશનના અપહરણ, છેડતી અને પોક્સો અધિનિયમ હેઠળના ગુનામાં આજે મહત્વપૂર્ણ ચુકાદો આવ્યો છે. નામદાર સ્પેશિયલ જજ (પોક્સો) તથા ચોથા એડીશનલ સેશન જજ, અમરેલીના આદેશથી આરોપી સાગર વિનુભાઈ સોરઠીયાને ત્રણ વર્ષની સખ્ત કેદ અને રૂ. 20,000ના દંડની સજા ફટકારવામાં આવી છે. આ કેસમાં પોલીસ ઇન્સ્પેક્ટર ડી. કે. વાગેલા અને પબ્લિક પ્રોસિક્યુટર એમ. આર. ત્રિવેદીની દલીલોને આધારે આરોપીને સજા મળેલી છે.