લીલીયા: લીલીયાના ઇંગોરાળા ડાંડ ખાતે યોજાશે ભવ્ય સંતવાણીનો ઉપસ્થિત રહેવા પ્રખ્યાત ભજનીક આને પદ્મશ્રી હેમંત ચૌહાણનુ જાહેર આમંત્રણ
Lilia, Amreli | Nov 3, 2025 લીલીયા તાલુકાના ઇંગોરાળા ડાંડ ગામમાં થનારા ભવ્ય સંતવાણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.પરંતુ વરસાદને કારણે મોકૂફ રાખાયેલો આ કાર્યક્રમ હવે તા. 5 નવેમ્બર, 2025 ના રોજ યોજાશે.આ પ્રસંગે ભક્તિ સંગીતના મહાન ભજનીક, પદ્મશ્રી હેમંત ચૌહાણ દ્વારા પોતાની વાણીથી સૌને ભક્તિરસમાં રંગી દેશે.ત્યારે તેઓ દ્વારા સોશિયલ મીડિયા મારફતે આજે 1 કલાકે તમામને આમંત્રણ પાઠવતા કહ્યું છે કે,આવો પરિવાર સાથે ઉપસ્થિત રહો અને આ દિવ્ય સંતવાણીનો ધર્મલાભ મેળવો.