વિજાપુર: વિજાપુર ખણુસા હાઈવે રોડ ઉપર રોંગ સાઇડથી આવતા ટ્રકની ટક્કર: યુવાન વિદ્યાર્થી ઇજાગ્રસ્ત
વિજાપુર ખણુસા હાઈવે રોડ ઉપર સ્થિત યોગેશ્વર કોટન ઇન્ડસ્ટ્રી નજીક રોંગ સાઇડથી આવી રહેલા ટ્રક દ્વારા બાઇક ગત રોજ સવારને ટક્કર મારાતા યુવાન વિદ્યાર્થી ઇજાગ્રસ્ત બન્યો હતો. આ બનાવ અંગે સુજલકુમાર મહેન્દ્રભાઈ પટેલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.પોલીસે આજરોજ બપોરે 12 કલાકે ટ્રક ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.