હાલોલ: હાલોલ ભાજપા કાર્યાલય ખાતે ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારની ઉપસ્થિતિમાં નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહ યોજાયો હતો
આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત તા.27 ઓક્ટોબર સોમવારના રોજ હાલોલ ભાજપા કાર્યાલય ખાતે હાલોલ વિધાનસભામા આવતા હાલોલ નગર ના નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહ હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારની ઉપસ્થિતિમાં યોજાયો હતો જેમા ભારતદેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અભિયાન આત્મનિર્ભર ભારત હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી અભિયાન ને વેગવંતુ બનાવા આહવાન કર્યું હતુ અને સૌ ઉપસ્થિત કાર્યકર્તાઓને સંકલ્પ પત્ર ભરાવી સંકલ્પ લઇ સૌ નગરજનોને નવાવર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી