તળાજા: અલંગના NDPS ગુનામાં ફરાર આરોપી ભાવનગર S.O.G.ના હાથે ઝડપાયો
રાજ્યભરમાં એન.ડી.પી.એસ. એક્ટ હેઠળના ગુનાઓમાં ફરાર આરોપીઓને ઝડપી પાડવા ચાલી રહેલી વિશેષ ઝુંબેશ અંતર્ગત ભાવનગર એસ.ઓ.જી.ને વધુ એક સફળતા મળી છે. અલંગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એન.ડી.પી.એસ. એક્ટના ગુનામાં લાંબા સમયથી નાસતા ફરતા આરોપીને એસ.ઓ.જી.ની ટીમે ઝડપી પાડી અલંગ પોલીસને સોંપી દીધો છે. સી.આઈ.ડી. ક્રાઈમ, ગાંધીનગરના માર્ગદર્શન તેમજ ભાવનગર રેન્જના આઈ.જી.પી. રાજેન્દ્ર વી. અસારી અને જિલ્લા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયની સૂચના અનુસાર ફરાર આરોપીઓને પકડવાની