કમોસમી વરસાદથી ખેતીપાકને થયેલા નુકસાનને પગલે રાજ્ય સરકારે કે.આર.પી યોજના હેઠળ સહાય જાહેર કરી છે. પરંતુ લીલીયા ગ્રામ પંચાયત દ્વારા સહાયના ઓનલાઈન ફોર્મ કરતાં પહેલાં બાકી વેરો ભરવાની ફરજ પાડવામાં આવતા ખેડૂતોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે.પંચાયતની આ કાર્યવાહી સામે આમ આદમી પાર્ટીના પ્રમુખ અને ખેડૂત અગ્રણીઓ તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરીને નારાજગી વ્યક્ત કરી છે.