ચાંપાથળ ખાતે મેજર બ્રિજનું ધારાસભ્ય કૌશિક વેકરીયા દ્વારા ખાતમુહૂર્ત; ડબલ એન્જીન સરકાર લોકકલ્યાણના વિકાસ કાર્યોને આપી રહી છે ગતિ અમરેલી જિલ્લાના ચાંપાથળ ખાતે ધારાસભ્ય કૌશિક વેકરીયાના હસ્તે મેજર બ્રિજના નિર્માણનું ખાતમુહૂર્ત યોજાયું. વિવિધ મહાનુભાવો અને જન પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં જાહેર થયું કે ડબલ એન્જીન સરકાર વિકાસને સમર્પિત રહી છે અને છેવાડાના માણસ સુધી સુવિધાઓ પહોંચાડવા પ્રતિબદ્ધ છે.