પાદરા: પાદરા ખાતે શ્રી સંપુટિક સહસ્ત્ર ચંડી યજ્ઞ તથા માઁ લિલાગરીનાં લીલુડા માંડવાના ધાર્મિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા પણ આ કાર્યક્રમમાં સહભાગી થયા અને માતાજીના દર્શનનો સૌભાગ્ય પ્રાપ્ત કર્યું. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા અને પોતાના શ્રદ્ધાભાવે માતાજીનું પૂજન કર્યું. આવા મહોત્સવોથી ન માત્ર ધાર્મિક ભક્તિ પ્રગટ થાય છે, પરંતુ સમાજની એકતા અને સંસ્કૃતિ પ્રત્યેની આસ્થા પણ વધે છે.