રાપર તાલુકાના આડેસર ગામના ફૂલવાડી વિસ્તારમાં રહેવાસીઓ પ્રાથમિક સુવિધાઓ પાકા રસ્તા, ભૂગર્ભગટર વ્યવસ્થા અને પૂરતા પીવાના પાણીની વ્યવસ્થાનો અભાવ હોવાથી સ્થાનિકોમાં મુશ્કેલીમાં મુકાયા છે. વિસ્તારના લોકોએ વારંવાર રજૂઆતો કરવા છતાં પરિસ્થિતિમાં સુધાર નથી ચોમાસા દરમિયાન રસ્તાઓ પર કાદવ-કીચડના કારણે ચાલવું પણ મુશ્કેલ બની જાય છે. ગટર વ્યવસ્થાના અભાવે ગંદુ પાણી જાહેર માર્ગો પર ફેલાય છે. જેનાથી રોગચાળો ફેલાવવાની ભીતિ સેવાઈ રહી છે.