ગોધરા: શહેરમાં આવતીકાલે પાણી કાપ નર્મદાની મુખ્ય પાઇપલાઇનમાં ભંગાણ, સમારકામ યુદ્ધના ધોરણે ચાલુ
ગોધરા શહેરના રહીશો માટે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. કાટડી નજીક નર્મદાની મુખ્ય પાઇપલાઇનમાં મોટું ભંગાણ સર્જાતાં, આવતીકાલે શહેરમાં પાણી પુરવઠો મળી શકશે નહીં. ગોધરા નજીક આવેલા કાટડી વિસ્તારમાં નર્મદાની મુખ્ય પાઇપલાઇનમાં ભંગાણ થવાથી પાણીનો વ્યય થયો હતો. ભંગાણ એટલું મોટું હતું કે પાણીના જોરદાર ફુવારા ઊંચે સુધી ઉછળતા જોવા મળ્યા હતા, આ ઘટનાની જાણ થતાં જ નગર પાલિકાનું તંત્ર સક્રિય થયું હતું. નગર પાલિકાના પ્રમુખ જયેશભાઈ ચૌહાણની હાજરીમાં પાણી પુર