તિલકવાડા: એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કૂલના વિદ્યાર્થીઓ પોતાની માંગો ને લય શાળાની બહાર ધરના પ્રદર્શન કરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો
તિલકવાડા નગરમાં એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કૂલ આવેલી છે અહીંયા અંદાજિત 400 થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે પરંતુ છેલ્લા ઘણા સમયથી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ને કેટલીક સમસ્યાઓ માટે ભારે તકલીફ પડી રહી છે વારંવાર રજૂઆત કરવા છતાં સમસ્યાઓનું નિરાકરણ નહીં આવતા આજ રોજ શાળાના વિદ્યાર્થીઓ સ્કૂલની બહાર ધરના પર બેસી સૂત્રોચાર કરીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો