શહેરા: શહેરાના મારૂતિ ગરબા મહોત્સવમાં છઠ્ઠા નોરતે ખેલૈયાઓએ મનમુકીને ગરબે ઘુમી માઁ આદ્યશક્તિની આરાધના કરી હતી
પંચમહાલ જીલ્લાના શહેરા નગરના અણિયાદ ચોકડી વિસ્તારમાં આવેલ મારૂતિ ગરબા મહોત્સવમાં નવરાત્રિના છઠ્ઠા નોરતે શહેરા નગર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારના ખેલૈયાઓ મનમુકીને ગરબે ઘૂમ્યા હતા અને માઁ આદ્યશક્તિની આરાધના કરી હતી,જેમાં નાના બાળકોથી લઈને યુવાધન તેમજ મોટેરાઓએ તાળીઓના તાલે અને ઢોલના ધબકારે ગરબાની રમઝટ બોલાવી હતી.