નડિયાદ: 13 કરોડથી વધુના સાયબર ફ્રોડ મામલે જીલ્લા પોલીસ વડા વિજય પટેલે આપી માહિતી
ખેડા 13 કરોડ ઉપરાંતના સાયબર ફ્રોડના મામલામાં ખેડા સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા 5 આરોપીની ધરપકડ કરવામાં આવી.સાયબર ફ્રોડ માટે બેંક એકાઉન્ટ ભાડે આપનાર અને લેનાર વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરાઈ મહેમદાવાદની ખાત્રજ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં બોગસ એકાઉન્ટ મળતા સમગ્ર સાયબર ફ્રોડ મામલો બહાર આવ્યો.દેશના અલગ અલગ રાજ્યોમાં સાયબર ફ્રોડનો ભોગ બનેલા લોકો પાસેથી છેતરપિંડી કરી કુલ રૂ.13,56,04,893 આગળ તેમના મળતિયા બેંક ખાતામાં ટ્રાન્સફર કરાવ્યા હતા.