ભુજની 'ચાચાજી ચા ભંડાર' નામની દુકાનમાંથી રૂા. 1.09 લાખના મરી-મસાલાની ચોરી કરનાર નોકર ભાવેશ બડગા અને તેના સાગરિત કપિલ સોનીને પોલીસે ઝડપી લીધા છે. છેલ્લા છ મહિનાથી ટુકડે-ટુકડે થતી આ ચોરીનો ભેદ ઉકેલી પોલીસે મસાલાનો જથ્થો, રોકડ અને મોબાઈલ સહિતનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.