હિંમતનગર એ.ડીવીઝન પોલીસ સ્ટેશનની હદમાં આવેલ ખેડ તસીયા રોડ સ્થિત એક સ્માર્ટ બજારની સામેના રોડ પર થઈ અઠવાડીયા અગાઉ પસાર થઈ રહેલ ટ્રકની ઓવરટેક કરવાની લાયમાં બાઈક ચાલકનું બાઈક ટ્રકના ટાયર નીચે દબાઈ જતાં ઈડર તાલુકાના નાના કોટડા ગામની એક યુવતીનું મોત થયાની ફરીયાદ રવિવારે એ.ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવા પામી હતી.આ અંગે નાના કોટડા ગામના દિપક પૂંજાભાઈ પ્રજાપતિએ નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યા મુજબ ગત તા. ૮ ડિસેમ્બરના રોજ ખેડ તસીયા રોડ પર આવેલ સ્માર્ટ બજારની