આણંદ શહેર: આણંદને ગણેશ ચોકડી પાસે અમુલના દૂધ ટેન્કરના ચાલકે બાઈક સવારના ટક્કર મારતા બાઈક ચાલક ઈજાગ્રસ્ત
આણંદ ની ગણેશ ચોકડી પાસે પ્રકાશ મોટર્સ શોરૂમમાંથી નવું બાઈક છોડાવી અને અને ગણેશ ચોકડી પાસેથી પસાર થતાં નવીનચંદ્ર ઠક્કર પાછળથી બેફામ રીતે હંકારી આવી રહેલા અમુલ દૂધના ટેન્કરે ટક્કર મારતા નવીનચંદ્ર ઠક્કર નામના વ્યક્તિ રોડ ઉપર પડી ગયા હતા જેમને શરીરના ભાગે ઇજાઓ થતા આણંદના સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા તેમના દીકરા ફાલ્ગુન નવીનચંદ્ર ઠક્કરે આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી