સાવરકુંડલા: ધારાસભ્ય મહેશભાઈનો રાજ્ય સરકારને આભાર-ખેડૂતહિતમાં કમોસમી વરસાદે ઉપજેલી પરિસ્થિતિમાં સંવેદનશીલ નિર્ણય
સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાલાએ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરતો વિડિઓ ૧૧ કલાકે વાઇરલ કર્યો છે.તેમણે જણાવ્યું કે તાજેતરના કમોસમી વરસાદને કારણે ખેડૂતોને થયેલા પાકનુક્સાન અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સંવેદનશીલતા દાખવી જરૂરી દિશાનિર્દેશ આપ્યા છે.રાજ્ય સરકારે અસરગ્રસ્ત વિસ્તારોમાં પંચકામ યોજવાનો નિર્ણય લઈને ખેડૂતોને રાહત પૂરી પાડી છે.આ નિર્ણયને ખેડૂતહિતનો ગણાવી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે