sog દ્વારા હાલ જ અડાજણમાંથી હાઇબ્રિડ ગાંજાની ડિલિવરી કરવા આવેલા સૌરવ ચૌહાણ ને ઝડપી પાડ્યો હતો.ગાંજાની ડિલિવરી મંગાવનાર શખ્સને પણ ઝડપી લડી પૂછપરછ કરવામાં આવી હતી.જે પૂછપરછ માં મુખ્ય આરોપી રિષભ નવરત્મલ મેહલોત નું નામ સામે આવતા વોન્ટેડ જાહેર કરાયો હતો.દરમ્યાન આ ગુન્હામાં વોન્ટેડ આરોપીની શુક્રવારે અડાજણ પોલીસે ધરપકડ કરી છે.આરોપી થાઇલેન્ડ થી કુરિયર મારફત હાઇબ્રિડ ગાંજો મંગાવતો હતો.જ્યાં વધુ તપાસ અડાજણ પોલીસે હાથ ધરી છે.