ભરૂચના હાંસોટ તાલુકાના ઇલાવ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે બિરલા સેલ્યુલોઝીક કંપની ખરચ દ્વારા સી.એસ.આર.પ્રવૃત્તિ અંતર્ગત ટીબી પોષણ કિટ વિતરણ અને માસિક સ્વચ્છતા જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.આ પ્રસંગે ટીબી જેવી ગંભીર બીમારી સામે લડવામાં યોગ્ય પોષણના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો હતો. ટીબી દર્દીઓ માટે 38 પોષણ કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કીટના કારણે દર્દીઓની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે.