મહુવા: ઉચા કોટડામાં દરિયામાં દોડતી મોડિફાઇડ જીપ સામે સામાજિક આગેવાનો મેદાને
મહુવા, ભાવનગર મહુવા તાલુકાના ઉચા કોટડામાં દરિયામાં દોડતી મોડિફાઇડ જીપ સામે સામાજિક આગેવાનો મેદાને મહુવા તાલુકાના ઉચા કોટડા ગામના દરિયાકાંઠે છેલ્લા કેટલાક સમયથી દરિયાની અંદર મોડિફાઇ કરેલી જીપ દોડાવવાના બનાવો સામે આવી રહ્યા છે. આ મામલે હવે સામાજિક આગેવાનો અને સ્થાનિક લોકો દ્વારા ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.