ડોલવણ: ડોલવણ તાલુકાના કલકવા ગામે સગીરા ને કરંટ લાગતા મોત નિપજ્યું.
Dolvan, Tapi | Sep 19, 2025 ડોલવણ તાલુકાના કલકવા ગામે સગીરા ને કરંટ લાગતા મોત નિપજ્યું.તાપી જિલ્લાના ડોલવણ પોલીસ મથક ખાતેથી શુક્રવારના રોજ 12 કલાકે મળતી વિગત મુજબ કલકવા ગામના ગોડાઉન ફળિયા ખાતે બાથરૂમ માં જતી 13 વર્ષીય સગીરા એ ખેતીવાડી લાઈન ના કેબલ વાયર પર પગ મૂકી દેતા કરંટ લાગ્યો હતો.જેમાં સગીરા નું કરૂણ મોત નિપજ્યું હતું.બનાવને લઈ પિતા ની ફરિયાદના આધારે અકસ્માત મોત નો ગુનો દાખલ કરી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.